સાંજના નાશ્તામાં જંકફુડ કે પેકટ ફુડ ખાવાના બદલે જો તમે આ હેલ્ધી ફુડ ખાવો છો તો તમને સ્વાદ સાથે સારુ સ્વાસ્થ્ય પણ મળે છે. મોટાભાગના લોકો સાંજે નાશ્તો કરવાનું પસંદ કરતા હોય છે, આમાં ચા-ના્સ્તો સૌથી વધુ કરવામાં આવે છે. પરતું ડાયેટીશ્યન સાંજે નાશ્તા માટે આ 7 નાશ્તો કરવાની સલાહ આપે છે
હમસને બાફેલા ચણામાંથી બનાવવામાં આવે છે. આમાં બાફેલા ચણાને પીસીને, 2 લસણની કળી, લવિંગ, થોડો લીંબુનો રસ, મીઠું અને હળવો મસાલો ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આને સાંજના નાસ્તામાં કાકડી સાથે ખાઈ શકાય છે.
તમે દાડમને ગ્રીક દહીંમાં ઉમેરીને સાંજે ખાઈ શકો છો. તેનાથી પેટ ભરાય છે અને આંતરડાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
બદામ, કિસમિસ અને અખરોટને પલાળી રાખો અને સાંજે નાસ્તા તરીકે ખાઓ. ધ્યાન રાખો કે તમારે જરૂર કરતા વધારે ડ્રાયફ્રુટ્સ ન ખાવા જોઈએ તે પચવામાં ભારે પડી શકે છે
સવારે ચણાને પલાડી દો, સાંજે તે ચણામાં કાકડી, ડુંગળી, ટામેટા, લીંબુ અને ચાટ મસાલો ઉમેરીને સલાડ તૈયાર કરીને ખાવો, પ્ર્રોટીનથી ભરપૂર આ નાશ્તો ટેસ્ટી અને ફુલફીલીંગ છે
સવારે ચણાને પલાડી દો, સાંજે તે ચણામાં કાકડી, ડુંગળી, ટામેટા, લીંબુ અને ચાટ મસાલો ઉમેરીને સલાડ તૈયાર કરીને ખાવો, પ્રોટીનથી ભરપૂર આ નાશ્તો ટેસ્ટી અને ફુલફીલીંગ છે
ચોકલેટ, કોકોનટ, ડ્રાય ફ્રુટ્સ અને બીજમાંથી તમે એનર્જી બોલ્સ તૈયાર કરી શકો છો. આ એનર્જી બોલ્સ સ્વાદીષ્ટ હોવાની સાથે ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે.
સાંજના નાસ્તા તરીકે ફળોનુ પણ સેવન કરવું ફાયદાકારક છે જેમાં સફરજન, કેરી, દાડમ અને કીવી વગેરેનો સમાવેશ થઈ શકે છે.
વજન ઘટાડવા માટે મખાના બેસ્ટ ખોરાક છે. મખાનાને મસાલા સાથે હળવા શેકીને ખાઈ શકાય છે. આ ક્રન્ચી નાસ્તો ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે.