ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફેટ તો ઘટે છે સાથે કિડની પણ સાફ થાય છે. આ ડ્રિન્ક યુરિક એસિડને પણ બહાર કાઢે છે, જેનાથી કિડનીમાં સ્ટોનનું જોખમ ઘટે છે.
નારિયળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે, સાથે જ કિડની પણ ડિટોક્સ થાય છે. આમાં રહેલું પોટેશિયમ કિડની સ્ટોન ઘટવાની સાથે સાથે કિડનીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
એપ્પલ સાઇડર વિનેગર કિડની સ્ટોન ઓછું કરવાની સાથે કિડનીમાં રહેલું ટોક્સિન્સ બહાર કાઢવામાં પણ ફાયદાકારક છે. આ માટે તેને નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવો. આવું કરવાથી કિડની ડિટોક્સ થાય છે.
આદુંનો રસ સરદી-ખાંસીમાં તો ફાયદાકારક છે જ સાથે સાથે કિડની માટે પણ ગુણકારી હોય છે. આને થોડી માત્રામાં પીવાથી કિડનીમાં જમા ગંદકી સાફ થાય છે અને કિડની ડિટોક્સ થાય છે.
કિડની ડિટોક્સ કરવા માટે તજની ચા પીવી ગુણકારી હોય છે. આને પીવાથી કિડનીમાં જમા ગંદકી ઘટે છે અને કિડની ડિટોક્સ થાય છે. આ પીવાથી લિવરને પણ ફાયદો થાય છે.
દાડમનો જ્યૂસ પીવાથી કિડની સ્ટોનની સમસ્યા ઘટે છે, સાથે જ કિડનીમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ પણ ઓછા થાય છે, જેનાથી કિડની ડિક્ટોસ થાય છે.