ઉનાળામાં ગુજરાતના આ સ્થળો પર વેકેશન માણવા જઈ શકો છો


By Smith Taral27, Feb 2024 04:41 PMgujaratijagran.com

ગુુજરાતમાં ઘણા ફરવાલાયક સ્થળો છે જેેને તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે એક્સપ્લોર કરી શકો છો. જો તમે આ ઉનાળામાં વેકેશનનો પ્લાન કરી રહ્યા હોવ તો ગુજરાતની આ જગ્યાઓ રહેશે તમારી માટે પરફેક્ટ.

કચ્છનું રણ - સૌથી મોટું વાઈટ ડેઝર્ટ

ગુજરાતનું કચ્છનું રણ ભારતના સૌથી મોટા વાઈટ ડેઝર્ટ રણ તરીકે જાણીતું છે, અહીંયાનો કુદરતી નઝારો અદ્ભૂત હોય છે ખાસ કરીને પૂનમના દિવસે વ્હાઈટ ડેઝર્ટ જોવાલાયક હોય છે. તમે ત્યાના નજીકમા આવેલા હોડકા અને ધોરડો ગામમાં સ્ટે કરી શકો છો.

થોળ લેક બર્ડ સેન્ચુરી

જો તમે પક્ષીઓને લઈને જીજ્ઞાસુ રહેતા હોવ અને જો તમને ફોટોગ્રાફી પસંદ હોય તો થોળ તમારી બેસ્ટ જગ્યા રહેશે. અહીંનુ તાપમાન પણ મધ્યમ રહે છે માટે તમે આને ઉનાળામાં એક્સપ્લોર કરી શકો છો.

દ્વારકા

હિંન્દુ ધર્મમા સૌથી પવિત્ર સ્થળમાંનું દ્વારકા શહેર પણ ઉનાળામાં ફરવા માટે એક સારો ઓપ્શન છે. આ ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર સ્થળ છે. આ સ્થળ સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળોમાંનું એક પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે, જે લગભગ 1400 વર્ષ પહેલા બાંધવામાં આવેલ 5 માળનું મંદિર છે.

મરીન નેશનલ પાર્ક - પ્રથમ મરીન કન્ઝર્વેટરી

મરીન નેશનલ પાર્ક એ એક સુંદર ઉદ્યાન છે જેનો ઉદ્દેશ્ય પાણીની અંદરની ઘણી પ્રજાતિઓ જેમ કે કોરલ, ફિનલેસ પોર્પોઈઝ, ઈન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન, સેઈ વ્હેલ, સ્પર્મ વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફિનને બચાવવાનો છે. અહીંયા તમે ફરવાની સાથે મરીન લાઈફ વિશે ઘણું જાણી અને શીખી શકો છો.

સાપુતારા - એક અનોખું નાનું હિલ સ્ટેશન

સાપુતારાની ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે. આ ઉનાળામાં આ જગ્યાનો આનંદ માણી શકાય છે. આ સ્થળના ઈતીહાસની સમજ મેળવવા માટે અહીંના સનરાઈઝ પોઈન્ટ અને હાટગઢ કિલ્લાની મુલાકાત

ભાવનગર

જો તમને ઈતિહાસમાં રસ પડતો હોય અને તમે શહેરની કલ્ચર હીસ્ટરી જાણવા માટે ઉત્સુક રહેતા હોવ તો ભાવનગર તમારી માટે છે. તખ્તેશ્વર મંદિર, નિલમબાગ પેલેસ અને બ્રહ્મા કુંડ જેવા સ્મારકો અહીંના આકર્ષણનું કેન્દ્ર છે.

ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન

ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન, ચાંપાનેર શહેરની મધ્યમાં પાવાગઢની સુંદર ટેકરીઓ વચ્ચે આવેલું છે. આને UNESCO વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળેલું છે. અહીં હિંદુ અને ઇસ્લામિકના ઐતિહાસિક મહત્વના ધરાવતા સાઈટ માન્યુમેન્ટ આવેલા છે.

પાટણ

પાટણમા તળાવ, કીલ્લાઓ અને મંદિરો આવેલા છે જે આ શહેરને અતિ મહત્વનું બનાવે છે. જો તમે ઉનાળામાં વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો આ જગ્યાની મુલાકાત ચોક્કલ લઈ શકો છો. અહીંયા આવેલી રાણીની વાવ ખૂબ જ અદ્ભૂત છે જેને UNESCO વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળેલું છે.

દીવ - તેના દરિયાકિનારા અને ઠંડા વાતાવરણ માટે લોકપ્રિય છે

દીવ તેના સુંદર, શાંત અને સાફ દરિયાકિનારા માટે પ્રખ્યાત છે, અહીંનુ વાતાવરણ ઘણું આહલાદાયક રહેતું હોય છે માટે દીવ ઉનાળામાં ફરવા માટે અનુકુળ જગ્યા છે.

પાલિતાણા

પાલીતાણા ભવ્ય રચનાઓને તમે કેમેરામાં કેદ કરી શકો છો. પાલિતાણામાં લગભગ 108 જૈન મંદિરો, અને 872 નાના 7000 મંદિરો આવેલા છે જે આ જગ્યાને વધું ખાસ બનાવે છે.

ભારતના આ શહેરને કહેવામાં આવે છે Temple City