વજન ઘટાડવાનો પ્રથમ નિયમ છે સારુ અને હેલ્ઘી ખાવું, ઓછું નહીં. ઘણા લોકો વજન ઘટાડવા માટે સંપૂર્ણપણે કાર્બોહાઇડ્રેટ્સને બંધ કરી દે છે જે યોગ્ય ઉપાય નથી.
આ સ્ટોરીમા અમે તમને જણાવીશુ વજન ઘટાડવા માટેના કેટલાક સુપરફુડની યાદી જેનો તમે તમારા ડાયેટમાંં સમાવેશ કરી શકો છો.
ડાયેટરી ફાઇબર બ્રાઉન રાઇસમાં મોટા પ્રમાણમાં હોય છે, જેને તમે ઓછુ પણ ખાશો તો તમારી ભૂખ સંતોષાઈ જશે. આ કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ સામે પણ શરીરનું રક્ષણ કરે છે.
ઓટ્સમા બીટા-ગ્લુકેન, એક પ્રકારનું ફાઈબર છે જે તેમા પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. તેનામા પાણી ગ્રહણ કરવાની ક્ષમતા સારી હોય છે જે તમારી ભૂખને સરળતાથી સંતોષે છે.
ક્વિનોઆ એ પ્રોટીન અને વિટામિન બીથી ભરપૂર અનાજ છે. સેલિયાક રોગથી જે પીડાય છે અને જેઓ ગ્લુટન ઈનટોલરન્ટ છે તેમની માટે આ ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.
રાગીમા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી રહેલું હોય છે, તે હાડકાં મજબૂત કરવા માટે યોગ્ય ખોરાક છે. તે વજન ઘટાડવા માટે પણ પરફેક્ટ ફુડ છે કારણ કે તેમા ઓછી કેલરી હોય છે.
આખા ઘઉંની સરખામણીમાં, રે(RYE)માં કેલરી ઓછી હોય છે અને ફાઈબરમાં વધુ. આ અનાજ પચવામાં સરળ હોય છે અને તેથી તે વજનમાં ઘટાડવામાં મદદ કરે છે.