જાયફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે તેનું સેવન કરી શકો છો. ચાલો જાણીએ કફથી રાહત મેળવવા જાયફળનું સેવન કેવી રીતે કરવું.
વિટામિન સી, મેંગેનીઝ, વિટામિન ઈ, કોપર, આયર્ન.
દૂધમાં જાયફળનો પાવડરને મિક્સ કરીને પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. આ માટે ગરમ દૂધમાં પાવડર મિક્સ કરીને પીવો. આમ કરવાથી શરદી અને ઉધરસમાં ઘણી રાહત મળે છે.
ઉધરસ આવતી હોય ત્યારે તમે જાયફળને પીસીને મધ સાથે ખાઈ શકો છો. આ માટે જાયફળને બારીક પીસીને તેમા થોડુ મધ મિક્સ કરીને ચાટી લો. તેનાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે.
ઉધરસથી રાહત મેળવવા માટે તમે પાણીને ઉકાળીને તેમાં જાયફળનો પાવડર મિક્સ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો છો.
આ બીમારીથી રાહત મેળવવા માટે તમે જાયફળ સાથે ઘી મિક્સ કરીને છાતી પર પણ લગાવી શકો છો. તેનાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે.