શરીસમાં લોહીની ઉણપ હોય ત્યારે પીવો આ 6 ફળોનું જ્યુસ


By Jivan Kapuriya20, Jul 2023 03:19 PMgujaratijagran.com

જાણો

શરીરમાં લોહીની ઉણપ કારણે ઓક્સિજનની પણ ઉણપ થાય છે, જેના કારણે થાક-નબળાઇ અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. આવો જાણીએ કેટલાક ફળો વિશે, જેમનું જ્યુસથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

દાડમનું જ્યુસ

એનિમિયાની સમસ્યા ઘણીવાર શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને કારણે થાય છે. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે દાડમનું જ્યુસ પીવું ફાયદાકારક છે.

દ્રાક્ષનું જ્યુસ

દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે.જે શરીરમાં હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરી શકે છે. હિમોગ્લોબિન લેવલ વધારવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે.

જામફળનું જ્યુસ

જામફળમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે જામફળનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે.

સફરજનનું જ્યુસ

જો શરીરમાં એનિમિયાની સમસ્યા હોય તો સફરજનનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. સફરજનમાં આવા ઘણા મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે. જે લાલ રક્તકણો ઉત્પન કરવામાં મદદ કરી શકે છે.

લીલા પાંદડાવાળા શાકભાજીનું જ્યુસ

એનિમિયાની સમસ્યામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન સી હોય છે.જે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે.

બીટનું જ્યુસ

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે એનિમિયા થઈ શકે છે.બીટના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે,જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

બ્રોકલીનું જ્યુસ

બ્રોકલીમાં રહેલા વિટામિન સી અને આયર્ન હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે બ્રોકલીમાંથી બનાવેલા જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે.

આ ફળો અને શાકભાજીના જ્યુસનું સેવન કરવાથી તમે એનિમિયા જેવી સમસ્યાથી રાહત મેળવી શક

નૂડલ્સ ખાવાના ગેરફાયદા