નૂડલ્સ ખાવાના ગેરફાયદા


By Jivan Kapuriya20, Jul 2023 03:08 PMgujaratijagran.com

જાણો

કેટલાક લોકોને નૂડલ્સ ખાવાનું બહુ ગમે છે. આ ખાસ કરીને કેટલાક બાળકો માટે આ મનપસંદ ફુડ્સ હોઈ શકે છે તેમજ વધુ પડતા નૂડલ્સ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

પાચનમાં તકલીફ

બે વિટામિનમાં બનેલ નૂડલ્સને પચાવવામાં બે કલાકથી વધુસમય લાગે છે તે જ સમયે આ નૂડલ્સને પચાવવા માટે પાચનતંત્રને વધુ મહેનત કરવી પડી શકે છે.

લીવર પર અસર

વધુ પડતા નૂડલ્સ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે સારૂં નથી. દરરોજ નૂડલ્સ ખાવાથી તમારા લીવર પર ખરાબ અસર પડે છે.

પોષક તત્વો નથી

આ નૂડલ્સમાં પોષક તત્વોની માત્રા જોવા મળતી નથી. તેથી આહારને નૂડલ્સ સાથે બદલવાથી અથવા તેનું વધુ પડતું સેવન કરવાથી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.

મહિલાઓ માટે

જર્નલ ઓફ ન્યુટ્રિશન અનુસાર એક અઠવાડિયામાં 2-3 વખત નૂડલ્સ ખાવાથી મહિલાઓમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધી શકે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

પેટ માટે

જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો, તો દરરોજ મોટી માત્રામાં નૂડલ્સ ન ખાવ. વધુ પડતું નૂડલ્સ ખાવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે.

વધુ પડતુ નૂડલ્સ ખાવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

એક મહિના સુધી ખાંડ ન ખાવથી તમને આ અદ્ભુત ફાયદા થશે