આ 5 વસ્તુઓ ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ યાદશક્તિ રહેશે એકદમ શાર્પ


By Sanket M Parekh09, Nov 2023 04:18 PMgujaratijagran.com

અખરોટ

અખરોટમાં મળી આવતુ ઓમેગા-3 ફેટી એસિડ યાદશક્તિને મજબૂત બનાવે છે. આ સાથે જ અખરોટ હાર્ટ અને હાડકાને પણ મજબૂત બનાવે છે. આ માટે દરરોજ 2 અખરોટ રાતે પાણીમાં પલાળીને રાખી દો અને સવારે તેને ખાઈ જવી જોઈએ.

બદામ

યાદશક્તિ વધારવા માટે બદામ ખાવી જોઈએ. જેમાં વિટામિન બી-6, વિટામિન-ઈ, પ્રોટીન અને જિંક જેવા પોષક તત્વો મળી આવે છે, જે યાદશક્તિ વધારે છે. આ સાથે જ બદામમાં રહેલ ફાઈબરનું પ્રમાણ ડાઈઝેશન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.

કાજુ

કાજુ પણ યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. જેમાં રહેલ વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમનું પ્રમાણ મગજની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ મનાય છે.

આળસી

યાદશક્તિ વધારવા માટે બાળકથી માંડીને વૃદ્ધોએ અળસી અચૂક ખાવી જોઈએ. જેમાં મળી આવતું કેલ્શિયમ, મેંગેનીઝ અને વિટામિન એ, સી અને બી તમામા મગજને તેજ બનાવે છે.

વિટામિન-સી યુક્ત ફૂડ્સ

વિટામિન-સી યુક્ત ફૂડ્સ જેમ કે આમળા, સંતરા, શિમલા મરચુ અને બ્રોકલી ખાવાથી યાદશક્તિ મજબૂત બને છે. આ સાથે જ તેને ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરે છે.

હસવાથી દૂર થશે રોગ, જાણો લાફ્ટર થેરાપીના ફાયદા