હસવાથી દૂર થશે રોગ, જાણો લાફ્ટર થેરાપીના ફાયદા


By Sanket M Parekh09, Nov 2023 04:13 PMgujaratijagran.com

કેવી રીતે લાફ્ટર થેરાપી કરાય છે?

લાફ્ટર થેરેપીની શરૂઆત હસવાની સાથે કરવામાં આવે છે. જે બાદ મોટે-મોટેથી હસવાનું કહેવામાં આવે છે. આ પ્રક્રિયા એકલામાં નહીં, પરંતુ આખા ગ્રુપની સાથે મળીને કરવામાં આવે છે.

એક્સપર્ટનો અભિપ્રાય

એક્સપર્ટ અભિષેક ભારતીના જણાવ્યા અનુસાર, લાફ્ટર થેરાપીમાં મોટે-મોટેથી હસવાના કારણે માંસપેશીઓ ખેંચાય છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે. આ ઉપરાંત તેનાથી તણાવ પણ દૂર થાય છે.

ઈમ્યૂનિટી વધારશે

લાફ્ટર થેરાપી કરવાથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત બને છે. આ સાથે જ તણાવ પણ દૂર થાય છે. વધારે સ્ટ્રેસ લેવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડવા લાગે છે. જેના કારણે બીમારીઓનો ખતરો વધી જાય છે.

બ્લડ સર્ક્યુલેશન સુધારશે

વધારે હસવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જ્યારે તમે જોર-જોરથી હસો છો, ત્યારે હાર્ટની સાથે-સાથે સમગ્ર શરીરને પુરતા પ્રમાણમાં ઑક્સિજન મળે છે. જે તમને હેલ્ધી રાખે છે.

ડાયાબિટીશ કંટ્રોલ કરશે

નિયમિત લાફ્ટર થેરાપી કરવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ આ થેરાપી ડિપ્રેશન દૂર કરવામાં પણ મદદ કરે છે.

હાર્ટ માટે ફાયદેમંદ

લાફ્ટર થેરાપી હાર્ટ માટે પણ ફાયદેમંદ છે. વધારે જોરથી અને ઝડપથી હસવાથી શરીરમાં ગુડ હોર્મોન રિલીઝ થાય છે. જે તણાવ દૂર કરીને હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

દિવાળીમાં ફિટ દેખાવું છે તો અનુસરો આ ટીપ્સ