વર્કઆઉટ પછી ખાઓ આ 5 વસ્તુઓ, મળશે એનર્જી


By Hariom Sharma04, Dec 2023 02:52 PMgujaratijagran.com

વર્કઆઉટ

વર્કઆઉટ કર્યા પછી શરીરને ખૂબ જ થાકનો અનુભવ થાય છે. એવામા પોતાને ઉર્જાવાન રાખવા માટે તમે કેટલીક વસ્તુઓ ખાઈ શકો છો. ચલો જાણીએ વર્કઆઉટ કર્યા પછી શુ ખાવાથી ઉર્જા મળે છે.

કાર્બોહાઈડ્રેટ્સ

વર્કઆઉટ કર્યા પછી કાબ્રોહાઈડ્રેટ્સ વાળો ખોરાક ખાવો જરુરી છે. તેને ખાવાથી પૂરતા પ્રમાણમા ઉર્જા મળે છે. તે માટે ઓટ્સમીલ અથવા માટે બાફેલા બટાકાનુ સેવન કરી શકો છો.

પ્રોટીન

વર્કઆઉટ કર્યા પછી શરીરને ફરી ઉર્જાવાન બનાવવા માટે પ્રોટીનની જરુર હોય છે. આ માટે તમે પનીર, દહીં અને કઠોળનુ સેવન કરી શકો છો.

કેળા

વર્કઆઉટ કર્યા પછી શરીરને ફરી ઉર્જાવાન બનાવવા માટે કેળા મદદ કરે છે. તેમા કાર્બોહાઈડ્રેટ્સનુ પ્રમાણ પૂરતા પ્રમાણમા હોય છે.

એનર્જી બાર

જો તમે વર્કઆઉટ કરો છો તો એનર્જી બાર સ્વાસ્થ્ય માટે એનર્જી બાર લાભદાયી છે. તેને ખાવાથી શરીરને ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે.

પાણી પીઓ

વર્કઆઉટ કરતા સમયે શરીર માથી પરસેવો ખૂબ જ નીકળે છે જેથી તમને ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે પૂરતા પ્રમાણમા પાણી પીઉ જરુરી છે.

પનીર

પનીરમા પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેને વર્કઆઉટ કર્યા પછી ખાવાથી શરીરને ઉર્જા મળે છે. આ માટે તમે કાચુ પનીર પણ ખાઈ શકો છો.

નટ્સ

શરીરને ઉર્જાવાન બનાવી રાખવા માટે તમે નટ્સ ખાઈ શકો છો. તે શરીરને ઘણા પોષકતત્વો આપે છે. તે માટે તમે કાજૂ, બદામ અને અંજીરનુ સેવન કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વૉકિંગ વર્કઆઉટના ફાયદા : વજન ઘટાડવા માટે અઠવાડિયામાં કેટલું ચાલવું જોઈએ? ચાલો જાણીએ