જેવી રીતે વધુ વજન એક સમસ્યા છે એજ રીતે ઘણા લોકો માટે શરીરનુ દુબળાપણુ પણ એક સમસ્યા છે.
શરીરનુ વધારે પડતુ દુબળાપણુ પણ શરીર માટે ખૂબ નુકસાનદાયક છે. ચલો જાણીએ શરીરની તાકાત અને વજન બન્નેમા વધારો કરવા માટે કંઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ.
કેળામા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે. રોજ 2-3 કેળાનુ સેવન કરવાથી શરીરનુ વજન વધારવામા મદદ મળે છે. રોજ સવારે એક કેળાના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત અન્ય ફાયદા પણ મળે છે.
ઠંડીમા ઘીનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. જે લોકો દુબળાપણાની સમસ્યાથી પીડાય છે તે લોકોએ રોજ ઘીનુ સેવન કરવુ જોઈએ.
શરીરથી દુબળા લોકો પોતાનુ વજન વધારવા માટે ડાયટમા બટરને સામેલ કરો. બટર શરીરનુ વજન વધારવામા મદદ કરે છે.
વજન વધારવા માટે કિશમિશ કોઈ દવાથી ઓછુ નથી, રોજ એક મુઠ્ઠી કિશમિશનુ સેવન કરવાથી વજન ઝડપથી વધે છે.