Foods For Gut Health: આંતરડાને મજબૂત કરવા માટે આ ખોરાકનું સેવન કરો


By Vanraj Dabhi08, Oct 2024 02:29 PMgujaratijagran.com

પાચનશક્તિ મજબૂત

આખા શરીરનું સ્વાસ્થ્ય આંતરડા પર આધારિત છે, તેથી તેનું યોગ્ય કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, ચાલો જાણીએ આંતરડાને મજબૂત કરવા માટે યોગ્ય ખોરાક વિશે.

લીલા પાંદડાવાળા શાકભાજી

વિટામિન સી, બીટા કેરોટીન, એન્ટીઓક્સીડેન્ટ વગેરેથી ભરપૂર લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન આંતરડાને સ્વસ્થ બનાવે છે.

કઠોળ

કઠોળમાં રહેલા પોષક તત્વો આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. જે આંતરડાના સ્વાસ્થ્ય માટે આહારમાં કઠોળને સમાવેશ કરો.

બ્રોકલી

લીલી બ્રોકલી અને કોબી પણ આંતરડા માટે ઉત્તમ ખોરાક છે. આ ખાવાથી આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા વધે છે અને તેમનું કાર્ય સુધરે છે.

આખા અનાજ

તમે તમારા આહારમાં આખા અનાજ જેવા કે ઓટ્સ, પોરીજ, બ્રાઉન રાઇસ, ક્વિનોઆ વગેરેનો સમાવેશ કરી શકો છો. તેમાં હાજર ફાઈબર આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.

મશરૂમ

મશરૂમ્સમાં પ્રોબાયોટિક ફાઈબર હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. આ પાચન માટે ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે.

કેળા

પોટેશિયમ, ફાઈબર યુક્ત કાચા કેળાનું શાક હોય કે પાકેલા કેળા, બંને આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે, જે પાચન માટે જરૂરી છે.

કારેલા

કારેલાનો સ્વાદ કડવો હોય છે, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી લોહી સાફ થાય છે અને આંતરડા પણ સાફ થાય છે.

અન્ય ખોરાક

આ બધા સિવાય કોળાના બીજ, આથેલા ખોરાક, બેરી વગેરે પણ આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hemoglobin Food: હિમોગ્લોબિન વધારવા માટે શું ખાવું જોઈએ