આ સરળ હોમ વર્કઆઉટ્સ જે ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે


By Smith Taral15, Aug 2024 02:16 PMgujaratijagran.com

હોમ વર્કઆઉટ્સને ડેઈલી રૂટિનમાં સંમાવેશ કરવાથી તમે સરળતાથી વજનને નિયંત્રિત કરી શકો છો અને ચરબી ઘટાડવામાં મદદ મેળવી શકો છો. આવો જાણીએ 8 સરળ હોમ વર્કઆઉટ્સ છે જે ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે:

પુશ-અપ્સ

આ એક ક્લાસિક વર્કઆઉટ છે જે તમારા ચેસ્ટ, શોલ્ડર્સ, અને ટ્રાઇસેપ્સને મજબૂત બનાવે છે. આ કસરત કરવાથી તમારા મેટાબોલિઝમ વધે અને ચરબી બર્ન કરવામાં મદદ મળે છે

સ્ક્વોટ્સ

સ્ક્વોટ્સ એ તમારા લોઅર બોડી માટે શ્રેષ્ઠ કસરત છે. તે પાથા, ગ્લૂટ્સ અને હિપ્સને મજબૂત બનાવે છે અને ચરબી ઘટાડવામાં સહાય કરે છે.

બર્પીસ

બર્પીસ એક અસરકારક કાર્ડિયો કસરત છે જે તમારા પૂરા શરીરને અસર કરે છે અને વધારાની કેલરીઝ બર્ન કરવામાં મદદ કરે છે અને હાર્ટ રેટ વધારવામાં મદદરૂપ છે.

લંજીસ

લંજીસ તમારા લેગ અને ગ્લૂટ મસલ્સને ટાર્ગેટ કરે છે. તે સ્ટેમિના અને બાલેન્સમાં સુધારો કરે છે અને ફેટ લોસ માટે પરફેક્ટ છે

માઉન્ટેન ક્લાઇમ્બર્સ

આ કસરત હાર્ટ પમ્પિંગ કરી લોહીનું પરિભ્રમણ વધારવા સાથે ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.

પ્લેન્ક

પ્લેન્ક તમારા કોર મસલ્સને મજબૂત બનાવે છે અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

હાઇ ની

હાઇ નીઝ તમારા લોઅર એબ્સ બનાવા માટે અને કેલરી બર્ન કરી ચરબી ઘટાડવામાં મદદરૂપ બને છે.

પિમ્પલની લાલાશ ઘટાડવા માટેના 6 અસરકારક ઘરગથ્થુ ઉપચાર