ખુદને ફિટ રાખવા માટે મહિલાઓ સ્ક્વાટ કરે. જેનાથી હાડકા મજબૂત થાય છે. આ સાથે જ તે માંસપેશીઓ માટે પણ ફાયદેમંદ છે.
ખુરશી સાથે સીધા ઉભા રહી જાવ અને તમારા હાથને આગળની તરફ લઈ જાવ. જે બાદ ઢીંચણ વાળીને ખુરશી પર બેસવાની સ્થિતિમાં આવી જાવ. જે બાદ ફરીથી નોર્મલ પોઝિશનમાં આવી જાવ. આવું 10 મિનિટ કરો.
રિવર્સ લન્જ લોઅર બોડી માટે ફાયદેમંદ છે. જેનો નિયમિત અભ્યાસ કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. આ સાથે જ તે શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે.
ખુરશી સાથે સીધા ઉભા થઈ જાવ. જે બાદ એક હાથથી ડંબલ અને બીજા હાથથી સંતુલન જાળવીને ખુરશીને પકડી લો. હવે જમણા પગને એક પગલું પાછળ લઈ જાવ અને ડાબા પગને આગળની તરફ લેતા જાવ. જ્યારે જમણા પગના ઢીંચણ જમીનને સ્પર્શે, ત્યારે પુરી તાકાત સાથે સામાન્ય સ્થિતિમાં આવો. આવું 10 વખત કરો.
50 વર્ષની મહિલાઓએ કાફ રેજ એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ. જેનો નિયમિત અભ્યાસ કરવાથી પગના હાડકા મજબૂત બને છે.
જમણા હાથથી 5 પાઉન્ડનું ડંબલ પકડો અને ડાબા હાથને ખુરશી પર રાખો. હવે ડાબા પગ પર તમામ વજન શિફ્ટ કરી દો અને જમણા પગને ઉઠાવો. જે બાદ સામાન્ય સ્થિતિમાં આવી જાવ. આ અભ્યાસ કરવા દરમિયાન જે પગ ઉઠાવો ડંબલ પણ તે તરફના હાથમાં હોવો જોઈએ.
સીટેડ ઓવરહેડ પ્રેસ એક્સરસાઈઝ કરવાથી ખભાની માંસપેશીઓ મજબૂત બને છે. આ સાથે જ તેનો નિયમિત અભ્યાસ કરવાથી ગળા, ખભા અને પીઠનો દુખાવો દૂર થાય છે.