આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ છે આપણું હ્રદય, જે હેલ્ધી રાખવા માટે આપણે કોઈ ખાસ એક્સરસાઈઝ કરવી જ જોઈએ. જો આપણે હાર્ટનું ધ્યાન નહીં રાખીએ તો હ્રદય સબંધિત સમસ્યાનો ખતરો વધી જાય છે. તો ચાલો આજે કેટલીક એવી એક્સરસાઈઝ વિશે જણાવીએ, જેને કરવાથી હાર્ટ હેલ્ધી અને ફિટ રહે શકે.
દરરોજ અડધો કલાક સુધી ઝડપથી ચાલવામાં હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. જેનાથી હાર્ટ રેટ કંટ્રોલમાં રહે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
એરોબિક્સ એક્સરસાઈઝ જેમ કે જુમ્બા, ડાન્સ અને લાઈટ જૉગિંગ કરવાથી હાર્ટ એક્ટિવ અને સ્ટ્રોન્ગ બને છે. જેના પરિણામે હાર્ટ યોગ્ય રીતે કામ કરે છે અને કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.
અઠવાડિયામાં બે વાર હળવા વેટ અથવા બેન્ડ્સની સાથે વર્કઆઉટ કરવાથી માત્ર મસલ્સ જ સ્ટ્રોન્ગ નથી બનતા, પરંતુ હાર્ટ પણ મજબૂત બને છે. આ સાથે જ શરીરમાં બ્લડ પ્રેશરનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
યોગા, સ્ટ્રેચિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઈઝ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે, જેનાથી હાર્ટ પર દબાણ ઓછું પડે છે. જેના પરિણામે બૉડી બેલેન્સ બની શકે છે અને હાર્ટ પણ યોગ્ય રહે છે.
તાડાસન અન વૃક્ષાસન જેવા બેલેન્સ વાળા યોગાસન કરવાથી શરીર તો સ્ટેબલ રહે છે, પણ આ સાથે જ હાર્ટ રેટ પણ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. ખાસ કરીને આ એક્સરસાઈઝ વૃદ્ધ લોકો માટે ફાયદેમંદ રહે છે.
સ્વિમિંગ કરવાથી સમગ્ર શરીરમાં એક્સરસાઈઝ થાય છે અને હાર્ટ સારી રીતે વર્કિંગ પણ કરે છે. સ્વિમિંગ હાર્ટ માટે એક ઉમદા અને ફાયદેમંદ એક્સરસાઈઝ છે.