વિટામિન B12 શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વ હોય છે. રોજિંદા કામ કરવા માટે શરીરને તૈયાર કરવા વિટામિન B12ની મુખ્ય ભૂમિકા હોય છે.
વિટામિન B12 બૉડીમાં રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન કરવાનું કામ કરે છે. જો આપ શાકાહારી હોવ અને વિટામિન B12નો સોર્સ શોધી રહ્યાં હોવ, તો આ અહેવાલ ખાસ તમારા માટે ઉપયોગી નીવડશે.
સોયા મિલ્ક કે બદામનું દૂધ પણ શરીરની વિટામિન B12ની ઉણપ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. આવા દૂધના એક ગ્લાસમાં લગભગ 2.1mcg વિટામિન B12 મળે છે.
ન્યૂટ્રિશનલ યીસ્ટમાં પણ વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેની એક ચમચીમાં 2.4 માઈક્રોગ્રામ વિટામિન B12 મળે છે. જેને તમે સૉસ કે કઢીમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
ટેમ્પેહ એક પ્રકારના સોયાબીન જ હોય છે. પોષક તત્વોથી ભરપુર ટેમ્પેહમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને જીંક સારા એવા પ્રમાણમાં મળી આવે છે.
અનેક હેલ્થ એક્સપર્ટ દ્વારા શિટાકી મશરૂમને વિટામિન B12નો સારો એવો સોર્સ માનવામાં આવે છે. જો કે વધારે પ્રમાણમાં આવા મશરૂમ ખાવાથી કેટલાક લોકોને એલર્જી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તબીબની સલાહ લીધા વિના તેનું સેવન ના કવરવું હિતાવહ રહેશે.
વેજીટેરીયન લોકો માટે દૂધ, દહી અને પનીર વગેરેમાં વિટામિન B12નો સારો સોર્સ માનવામાં આવે છે. ડેરી પ્રોડક્ટમાં ભરપુર વિટામિન B12 હોવાની સાથે-સાથે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન D વગેરે મળી આવે છે.
વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે માર્કેટમાં ટેબ્લેટ અને કેપ્સુલ પણ મળી આવે છે.જે પણ તમે લઈ શકો છો. જો કે એકવાતનું ધ્યાન રાખશો, સ્ટોરીમાં જણાવેલ કોઈ પણ વાતને અમલમાં મૂકતા પૂર્વે તમારા તબીબની સલાહ અચૂક લેશો.