આજકાલ ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની ઊણપ રહે છે, જે તમારા શરીરના અંગોને નબળા કરી દે છે. ચાલો જાણીએ, હાડકાં મજબૂત કરવા માટે તમે આ કસરત કરી શકો છો
બ્રિસ્ક વોક કરવાથી ફ્રેક્ચરનું જોખમ પણ ઘટી જાય છે, અને તે હાડકાં મજબૂત કરે છે.
હાડકાંને મજબૂત કરવા માટે સ્પ્રિન્ટ પણ એક સારી કસરત છે. તેની નિયમિત પ્રેક્ટિસ કરવાથી હાડકાં સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.
સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કરવા માટે, તમે વેઇટ ટ્રેઇનિંગ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગની પ્રેક્ટિસ કરી શકો છો.
સ્ક્વોટ્સ શરીરની કોર સ્ટ્રેન્થને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે સાંધાઓને પણ મજબૂત બનાવે છે.
હેમસ્ટ્રિંગ કર્લ્સ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સરળ કસરત તમે સવારે અથવા સાંજે કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ