ઘરની અંદર બેસીને વરસાદી મજા માણી રહ્યા છો? સાથે આ ગરમ ડ્રીન્ક્સ પણ ટ્રાય કરો, તમારા વરસાદની મજા બમણી કરી તમારા દિવસને ઉત્સાહભર્યો અને આરામદાયક બનાવશે. ચાલો જાણીએ કયા છે એ ડ્રીન્કસ
મીઠું અને સુગંધિત તજનું દૂધ વરસાદના મોસમમા પી શકાય તે માટે ઉત્તમ ડ્રીન્ક છે. આ તમારા શરીરને આયર્ન અને મેંગેનીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર રાખે છે.
વરસાદી સાંજને થોડું વધારે આરામદાયક બનાવવા માટે હોટ ચોકલેટ દૂધ એક ટેસ્ટી અને હેલ્ધી વિકલ્પ બની શકે છે. મસાલેદાર અને સ્વાદિષ્ટ આ ડ્રીન્ક તમને વરસાદની ઋતુમાં હૂંફ આપશે
કાશ્મીરનું આ ફેમસ ડ્રીન્ક સ્વાદ સાથે તમને આરામનો અહેસાસ કરાવશે. વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર આ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
દક્ષિણ ભારતની પોપ્યુલર ફિલ્ટર કોફી તેના સ્ટ્રોન્ગ ટેસ્ટ અને સુગંધ માટે જાણીતી છે. કેફીન ભરપૂર આ ડ્રીન્ક તમને દિવસ દરમિયા એનર્જેટીક અને એક્ટીવ રાખશે.