શહેરને દેશનું ફાનાન્સિયલ કેપિટલ માનવામાં આવતું મુંબઇ ભારતના કુલ GDPમાં 6.16% યોગદાન આપે છે. આ શહેરમાં અને BSE અને NSE જેવી મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓ આવેલી છે
293.6 બિલિયન ડોલરનો જીડીપી ધરાવતુ શહેર દિલ્હી જે ભારતની રાજધાની પણ છે તે દેશના જીડીપીમાં 4.94% યોગદાન આપે છે.
બેંગલુરુ, જેને સિલિકોન વેલી ઓફ ઈન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, 1.87% GDP યોગદાન સાથે દેશના સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી કંપનીઓ માટેનું સેન્ટર છે.
IT, ટુરિઝમ અને હેલ્થકેર ક્ષેત્રોમાં અનેક નોકરીની તક ધરાવતું, ચેન્નઈ ભારતના GDPમાં 1.12% ફાળો આપે છે.
હૈદરાબાદ ટેક્નોલોજી, બાયોટેક અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માટે મહત્ત્વનું કેન્દ્ર છે અને તે રાષ્ટ્રના GDPમાં 1.24% ફાળો આપે છે.
શૈક્ષણિક સંસ્થાઓ અને મલ્ટી નેશનલ કંપનીઓ માટે જાણીતું પુણે, ભારતના GDPમાં 0.81% ફાળો આપે છે, અને તે ઝડપથી વિકસતું શહેર છે.
ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ, 0.79% GDP યોગદાન સાથે દેશમાં વ્યાપાર અને ઉદ્યોગ માટેનું મહત્વનું કેન્દ્ર છે.