દિવાળીના તહેવાર નિમિતે તમારા સ્વજનોને આ અનોખી ગિફ્ટ આપો


By Vanraj Dabhi07, Nov 2023 12:28 PMgujaratijagran.com

સ્વજનોને દિવાળી ભેટ આપો

દિવાળીની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. આ ખાસ અવસર નિમિતે આપણા સ્વજનો, મિત્રો, ખાસ વ્યક્તિ વગેરેને ભેટ આપીએ છીએ. આ તહેવારની ખુશીને બમણી કરે છે. જો તમે પણ આ દિવાળીએ તમારા પરિવાર કે નજીકના લોકો માટે ગિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ ગિફ્ટ્સમાંથી પસંદગી કરી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સ ગિફ્ટમાં આપો

દિવાળી પર દરેક વ્યક્તિ મીઠાઈ આપે છે પરંતુ જો તમારે કંઈક અનોખું કરવું હોય તો તમે તમારા બજેટ પ્રમાણે ડ્રાયફ્રુટ્સની ગિફ્ટ આપી શકો છો.

ટ્રેડિશનલ કપડા ગિફ્ટ કરો

તમે દિવાળી નિમિતે તમે સૂટ, સાડી કે લહેંગા વગેરે ટ્રેડિશનલ કપડા પણ ગિફ્ટ કરી શકો છો. મહિલાઓને આ ખૂબ જ ગમશે.

વિન્ડ ચાઇમ ગિફ્ટમાં આપો

વિન્ડ ચાઇમ ઘરની સુંદરતામાં વધુ વધારો કરે છે. દિવાળીના તહેવાર પર તમે આ પ્રકારની ભેટ કોઈને પણ આપી શકો છો. આ સિવાય ઘર સજાવટની વસ્તુઓ પણ આપી શકાય છે.

ચાંદીનો સિક્કો

દિવાળી તહેવાર પર ચાંદીનો સિક્કો ગિફ્ટ આપવો એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. તેને માતા લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક પણ માનવામાં આવે છે.

બાળકો માટે ભેટ આપો

તમે ઘરે બાળકો માટે ગ્લોબ ખરીદી શકો છો. આનાથી તેમના જ્ઞાનમાં વધારો થશે અને તેમના અભ્યાસ ખંડની સુંદરતા વધારવામાં પણ મદદ મળશે. આ સિવાય પુસ્તકો પણ ખરીદી શકાય છે.

ટેબલ લેમ્પ ગિફ્ટ કરો

તમે દિવાળી પર તમારા પ્રિયજનોને ઇલેક્ટ્રિક લેમ્પ ભેટમાં આપી શકો છો. આ એક ખૂબ જ અનોખી અને અદ્ભુત ભેટ હશે. આ તમારા બજેટમાં પણ રહેશે.

ઇન્ડોર પ્લાન્ટ ગિફ્ટ આપો

દિવાળી પર પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થાય છે. આ તકે તમે ઇન્ડોર પ્લાન્ટ્સ ગિફ્ટ કરી શકો છો. આ એક ખૂબ જ સુંદર અને રસપ્રદ ભેટ હશે.

વાંચતા રહો

દિવાળીના અવસર પર તમે આ ભેટોમાંથી પસંદ કરી શકો છો, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Byju’s અમેરિકાની યુનિટ એપિકને 400 મિલિયન ડોલરમાં વેચાણ કરી શકે છે