આ કઠોળનું સેવન કરો, તમારા વધતા કોલેસ્ટ્રોલને તરત જ કંટ્રોલ કરશે


By Jivan Kapuriya08, Aug 2023 05:28 PMgujaratijagran.com

વિટામિનથી ભરપૂર કઠોળ

કઠોળમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. અમુક કઠોળનું નિયમિત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને વધતુ અટકાવી શકે છે.

કઠોળનું સેવન ફાયદાકારક છે

કઠોળ શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ કઠોળનું સેવન કરવું ફાયદાકારક છે.

અડદની દાળ

જો LDL કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો તમે ચિંતા કર્યા વગર અડદની દાળને ડાયટમાં સામેલ કરી શકો છો. અડદની દાળ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે.

મગની દાળ

ખરાબ કોલેસ્ટ્રોલ અને લિપિડ લેવલને ઘટાડવા માટે મગની દાળનું સેવન પણ એક સારો વિકલ્પ છે.

વટાણાની દાળ

વટાણાની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.

મસૂર દાળ

મસૂર દાળ LDL કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે.મસૂરમાં રહેલ ફોલેટ હૃદયની બીમારીઓને રોકવામાં મદદ કરે છે.

ચણાની દાળ

ચણાની દાળમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે, જે LDL કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે. તે પાચનમાં પણ સારું છે.

વજન ઘટાડવા માટે આ 5 સ્વાદિષ્ટ ડિટોક્સ સલાડનું સેવન કરો