સમર વેકેશનમાં દરેલ લોકો ફરવાનો પ્લાન કરતા હોય છે, આજે અમે તમને દ્વારકા અને તેની આસપાસના ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું.
વિશ્વ વિખ્યાત દ્વારકામાં જગત મંદિર ખાતે ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો.
તમે ભગવાન કૃષ્ણની લીલા માટે બેટ દ્વારકાની મુલાકાત કરી શકો છો.
મકરધ્વજનું એક મંદિર બેટ દ્વારકામાં આવેલુ છે. જેમાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિ એક સાથે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેના માર્ગ પર ભગવાન શિવનું આ વિશાળ મંદિર આવેલું છે.
શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકામાં આવેલો છે, આ બીચ ખાતે વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ત્યાં દરિયાકાંઠે નાહવાનો આનંદ લે છે.
દ્વારકાથી અંદાજે 22 કિમી દૂર આ ઐતિહાસિક મહત્વ ધરાવતું પવિત્ર ગોપી તળાવ આવેલું છે.
દ્વારકાથી અંદાજે 2 કિમીના અંતરે શ્રીકૃષ્ણની પટરાણી દેવી રુક્મિણીને સમર્પિત આ મંદિર આવેલું છે.
નાગેશ્વર મંદિર નજીક સાંગણ કોટડા ખાતે મોમાઈધામ આવેલ છે.