ઠંડીમા વધારે માત્રામા જંક ફૂડનુ સેવન કરવાથી શરીરમા પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. એવામા જો તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે કેટલાક આયુર્વેદિક ફૂડ્સનુ સેવન કરી શકો છો. ચલો જાણીએ આ આયુર્વેદિક ફૂડ્સ વિશે.
ડો મનિષ શાહના પ્રમાણે ઠંડીમા વધારે માત્રામા જંક ફૂડનુ સેવન કરવાથી શરીરમા પેટ સાથે જોડાયેલી જેમ કે કબજિયાત, ગેસ, અપચો વગેરે થાય છે. વધારે તળેલી વસ્તુઓ ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે.
આંબળા પેટ માટે ફાયદાકારક હોય છે. ઠંડીમા આંબળા ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ માટે તમે સવારે ઉઠીને આંબળાનો જ્યુસ પીઓ.
હળદર શરીરની પાચનશક્તિને સુધારે છે અને સાથે રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો કરે છે. હળદરને નવસેકા ગરમ પાણીમા ઉમેરીને પીઓ.
ધાણાના બીજ પેટમા થતી એસિડિટીની સમસ્યામા રાહત આપે છે. આ ઉપરાંત ધાણાનુ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.
ઠંડીમા જીરુ ખાવાથી પેટમા દુખાવો, કબજિયાત અને એસિડિટીની સમસ્યામા રાહત આપે છે. આ ઉપરાંત જીરુ પેટને સાફ રાખવામા મદદ કરે છે. આ માટે તમે રોજ નવસેકા પાણીમા જીરાને ઉમેરીને પીઓ.
હીંગમા રહેલા પોટેશિયમ, કેલ્શિયમ, ફાઈબર પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. ખાલી પેટે હીંગનુ પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.