રાત્રે દહીં ખાવું એક હેલ્ધી પ્રેક્ટીસ નથી, પરંતુ જો તમે યોગ્ય વસ્તુઓ સાથે તેને મીક્સ કરીને ખાવો છો તો તે પાચન અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. આ સ્ટોરીમાં જાણીશું 5 એવી વસ્તુઓ, જે દહીંમાં મીક્સ કરીને ખાવાથી તમારા સ્વાસ્થ્યને સારું કરે છે.
દહીંમાં ઘી ઉમેરીને ખાવાથી પાચન સરળ બને છે અને પેટના તકલીફો દૂર કરવામાં મદદ મળે છે.
મધ અને દહીં મીકસ કરીને ખાવાથી પાચન સુધરે છે અને શરીરને સારુ પોષણ મળે છે, સાથે જ દહીંની ઠંડક પણ શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
સુગર કેન્ડી દહીંની ખટાશને ઘટાડે છે અને તેને સરળતાથી પચવામાં મદદ કરે છે.
લીલા ચણાનો સૂપ સાથે દહીં પાચનક્રિયા સુધારે છે અને પ્રોટીન સાથે પ્રોબાયોટિક્સનો સંતુલન જાળવે છે.
આમળાના વિટામિન C અને દહીંનું કોમ્બીનેશન પાચન તથા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.