International Yoga Day 2023: સ્વસ્થ રહેવા માટે કરો આ યોગ આસન


By Sanket M Parekh21, Jun 2023 03:51 PMgujaratijagran.com

કપાલભાતિ પ્રાણાયામ

સ્વસ્થ રહેવા માટે કપાલભાતિ પ્રાણાયમ કરી શકો છો. જેમાં શ્વાસને ધીમે-ધીમે છોડવાનો હોય છે. જેનાથી પેટ સબંધિત તમામ તકલીફોમાં રાહત મળવાની ઉપરાંત શરીરને આંતરિક અને મનને માનસિક શાંતિ મળે છે.

બાલાસન

જો તણાવથી મનમાં બેચેની લાગતી હોય, તો બાલાસન કરી શકો છો. આ આસન તમે દરરોજ સવારે અને રાતે સૂતા પહેલા કરી શકો છે. જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

ભૂજંગાસન

ભૂજંગાસનનો અભ્યાસ તમારા મન અને શરીર બન્નેને શાંત બનાવવામાં મદદ કરે છે. આ આસનનો દરરોજ અભ્યાસ કરવાથી શરીરને લોઅર બેક પેઈનથી પણ રાહત મળે છે.

અધોમુખ શવાસન

શરીરને V આકારમાં લઈ જવું જ અધોમુખ શવાસન છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી શરીર અને મન બન્નેની કાર્યક્ષમતા વધે છે.

હલાસન

હલાસન માત્ર મનને જ નહીં પરંતુ શરીરને પણ સ્વસ્થ બનાવે છે. આ સાથે જ આ હલાસન સ્કિનની સુંદરતા જાળવી રાખવામાં પણ મદદગાર છે.

મેડિટેશન

મેડિટેશન મન અને તન બન્નેને રિલેક્સ કરવા માટે સૌથી બેસ્ટ પોઝ મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં ઋષિઓ દ્વારા આ પોઝનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દરરોજ સવારે અને સાંજે આ પોઝ કરી શકો છો.

વેટ લોસ માટે આ ખરાબ આદતોને આજે જ કહો બાય-બાય