ભૂખ ન લાગી હોય તો પણ સતત ખાતા રહેવાથી વજન વધે છે. આમા પોતાને વધુમાં વધુ બિઝી રાખો.
ઘણી વાર લોકો મનપસંદ ખાવાનું જોઇને ભૂખથી વધુ ખાઇ લે છે. આ આદતને કારણે લોકોમાં સ્થૂળતા વધે છે.
સ્વીટ ખાવાથી પણ ઝડપથી વજન વધે છે. મિઠાઇ અથવા અન્ય મીઠા ફૂડમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે. વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારે આ આદત બદલી પડશે.
સ્ટ્રેસમાં લોકો વધુ ખાવાનું ખાય છે. પોતાને રિલેક્સ ફીલ કરાવવા માટે લોકો ઝંક ફૂડની સાથે પોતાના મનપસંદ ચીજોનું સેવન કરવા લાગે છે, જેનાથી ઝડપથી વજન વધે છે.
મોડા સુધી જાગવું આજકાલ લાઇફ સ્લાઇટલનો ભાગ બની ગયું છે. આમા ખાન-પાનનું કોઇ ટાઇમિંગ રહેતું નથી, જેનાથી તમારા વજન ઉપર અસર થાય છે. ઊંઘ પૂરી કરવી ખૂબ જ જરૂરી છે.
રાત્રે લોકો ખાવાનું ખાધા પછી પણ લેટ નાઇટ સ્નેક્સ અને ફ્રિજમાં રહેલા ખાવાનું સેવન કરવા લાગે છે. આમ કરવાથી તમારા વજન પર ખરાબ અસર પડે છે.
ખાતા સમયે લોકો ઘણું પાણી પીવે છે. ખાતા પાણી પીતા રહેવાથી તમારા વેટ લોસ પર ખોટો પ્રભાવ પડે છે. વજન ઘટાડવા માટે આ આદતોને છોડવી જરૂરી છે.