ચહેરાની ચમક માટે દરરોજ કરો આ આસન


By Sanket M Parekh21, Jun 2023 03:59 PMgujaratijagran.com

ચહેરાની ચમક

વધતી વય સાથે જ ચહેરાની ચમક ઓછી થતી જાય છે. જો કે આજે અમે તમને એવા કેટલાક યોગાસન વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે કરવાથી તમારા ચહેરાની ચમક ફરીથી પરત ફરશે.

સર્વાગાસન

યોગમાં દરેક આસનનું આગવું મહત્વ હોય છે. સર્વાગાસનની અસર બૉડી સિસ્ટમ ઉપરાંત ચહેરા પર પણ પડે છે. આથી આ યોગાસનને જરૂર કરવું જોઈએ.

શીર્ષાસન

શીર્ષાસનના નામથી સ્પષ્ટ છે કે, તેમાં તમારે જમીન પર માથુ અને આકાશ તરફ પગ રાખવાના હોય છે. આ આસન ચહેરાની સાથે સમગ્ર શરીરને ફાયદો પહોંચાડે છે.

હલાસન

આ આસન ચહેરાની ચમક માટે ફાયદેમંદ હોય છે. જેને કરવાની વિધિ શીર્ષાસનની સરખામણીમાં થોડી સરળ હોય છે. આ આસન કરવાથી પાચન તંત્ર પણ મજબૂત બને છે.

અન્ય આસનો

ત્રિકોણાસન, ભૂજંગાસન, ધનુરાસન અને ઉષ્ટ્રાસન પણ તમે ચહેરાની સુંદરતા માટે કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ તમામ યોગાસનનો અભ્યાસ દરરોજ કરવો જરૂરી છે.

Yoga Day 2023: મત્સ્યાસન કરવાથી મળે છે અદ્દભૂત ફાયદા