Yoga Day 2023: મત્સ્યાસન કરવાથી મળે છે અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh21, Jun 2023 03:55 PMgujaratijagran.com

ફિશ પોઝ

શરીરને માછલીના આકારનું બનાવવું, એટલે કે ફિશ ફોઝ જ મત્સ્યાસન છે. આ આસનનો દરરોજ અભ્યાસ કરવાથી અગણિત ફાયદા થાય છે.

સુંદરતા વધારશે

આ આસનનો દરરોજ અભ્યાસ કરવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ચહેરાની ચમક પણ વધે છે. સ્કિન ગ્લોઈંગ બને છે.

બેલી ફેટ ઓછી કરશે

આ આસનના અભ્યાસ દરમિયાન પેટમાં સ્ટ્રેચ પડે છે. જે તમારી બેલી ફેટને ઓછી કરવામાં મદદગાર છે.

પાચન ક્રિયા સુધારશે

દરરોજ આ આસનનો અભ્યાસ કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાથી છૂટકારો મળે છે. આ સાથે જ પાચન ક્રિયા સુધરે છે.

શ્વાસની સમસ્યા દૂર કરશે

મત્સ્યાસનનો રોજિંદો અભ્યાસ કરવાથી રેસ્પાઈટરી સિસ્ટમ મજબૂત બને છે. શ્વાસની સમસ્યા પણ દૂર થાય છે.

સાવધાની

સવારે ખાલી પેટ થયા બાદ જ આ આસનનો અભ્યાસ કરવો જોઈએ. જો સાંજના સમયે આ આસન કરવા માંગતા હોવ, તો ધ્યાન રાખવું જોઈએ કે, પેટ એકદમ ખાલી હોય.

International Yoga Day 2023: સ્વસ્થ રહેવા માટે કરો આ યોગ આસન