આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈબીજ દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની બીજી તિથીના દિવસે મનાવવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભાઈબીજના દિવસે કેટલાક કામ કરવાથી ઘણા લાભ મળી શકે છે. આ ઉપાય ખૂબ જ સરળ અને અસરદાર માનવામાં આવે છે.
હિન્દૂ ધર્મમાં ગંગા યુમુનામાં સ્નાન કરવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પણ જો તમે ભાઈબીજના દિવસે ગંગા યમુનામાં સ્નાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.
જયારે આજના દિવસે બહેન ભાઈને તિલક કરે છે ત્યારે ગંગા પૂજે યમુનાને યમી પૂજે યમરાજને, સુભદ્રા પૂજે કૃષ્ણાને, ગંગા યમુના પાણી વહે મારાં ભાઈની ઉંમર વધે.આ બોલવાથી ભાઈની ઉંમરમાં વધારો થાય છે.
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો ભાઈબીજના દિવસે પાંચ ગોમતી ચક્ર પર કેસર અને ચંદનથી ' શ્રી હી શ્રી ' આ મંત્રને લખીને ઘરની તિજોરીમાં મૂકી દો.