અરીઠાના પાણીથી વાળ ધોવાના ફાયદા


By hariom sharma04, Apr 2023 07:20 PMgujaratijagran.com

માથામાં ફોલ્લી થાય ત્યારે

માથામાં ફોલ્લીઓ થાય ત્યારે વાળને અરીઠાના પાણીથી ધોવા ખૂબ જ ગુણકારી હોય છે, કારણ કે અરીઠામાં એન્ટિ ફંગલ ગુણ હોય છે. અરીઠ સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરે છે, જે વાળની ઘણી સમસ્યા દૂર કરે છે.

વાળમાં ડેન્ડ્રફ

સ્કેલ્પમાં ઇન્ફેક્શન થવાના કારણે ડેન્ડ્રફની સમસ્યા થાય છે, જેનાથી છુટકારો મેળવવા તમારે વાળને અરીઠાના પાણીથી ધોવા ફાયદાકારક બને છે.

મજબૂત અને થીક વાળ માટે

અરીઠાના પાણીથી વાળ ધોવા સ્કેલ્પ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વાળને ભરપૂર પોષણ મળે છે, જેના કારણે તે મજબૂત થવા લાગે છે.

જૂ- લીખોથી છુટકારો

અરીઠાનું પાણી વાળમાં લગાવવાથી વાળમાં રહેલી જુ-લીખો ખતમ થશે. અરીઠા એન્ટિ બેક્ટેરિલ ગુણોથી ભરપૂર હોય છે, જે વાળામાં જૂ-લીખોની સમસ્યાથી રાહત અપાવે છે.

વાળને હેલ્ધી રાખે છે

અરીઠામાં રહેલા પોષકતત્ત્વો વાળને ડ્રાઇ અને નીર્જીવ થતાં બચાવે છે. આ મિશ્રણથી વાળ ધોવથી સ્કેલ્પને લગતી ઘણી સમસ્યામાં ખતમ થાય છે.

કાળા વાળ માટે

અરીઠાના પાણીથી વાળ ધોવાથી વાળની ઉંમર વધે છે. જેના કારણે આ સમય કરતાં પહેલા સેફદ થતા નથી. અરીઠામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને જલ્દી સફેદ નથી થવા દેતા.

દાતણ કરવા માટે સારી હોય છે આ 6 વૃક્ષની ડાળીઓ