દાતણ કરવા માટે સારી હોય છે આ 6 વૃક્ષની ડાળીઓ


By hariom sharma04, Apr 2023 06:56 PMgujaratijagran.com

લીમડાનું દાતણ

લીમડાની ડાળીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઓરલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. લીમડાની ડાળીથી બનેલા દાતણથી દાંત સાફ કરવાથી તમારા દાંત મજબૂત અને ચમકદાર બને છે.

અર્જુન વૃક્ષનું દાતણ

અર્જુન વૃક્ષના દાતણમાં ઘણાં બધાં ગુણકારી પોષકતત્ત્વો હોય છે, જે દાંતના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. અર્જુનની વૃક્ષની ડાળીમાં રહેલા ટેનિક દાંતની સાથે બ્લડ પ્યૂરીફાઇ કરવામાં પણ મદદ કરે છે.

બાવળનું દાતણ

બાવળની ડાળીથી બનેલું દાતણ દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાવળના દાતણથી દાંત સાફ કરવાથી તમારા મોઢાની દુર્ગંધ, છાલા અને પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યામાં રાહત મળી શકે છે.

જામફળના વૃક્ષનું દાતણ

જામફળની ડાળીમાં ઘણાં પ્રકારના ઔષધિય ગુણ રહેલા હોય છે, જે પેઢા અને દાંત માટે ફાયદાકારક હોય છે.

આંબાનું દાતણ

આંબાની ડાળીથી બનેલા દાતણમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, પેઢાના દુખાવા અને સોજાની સમસ્યામાં તમને આરામ મળી શકે છે. આ દાતણની મદદથી દાંત ચમકદાર બને છે.

બોરની ડાળીનું દાતણ

બોરની લાકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે દાંતને લગતી ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. રોજ આ દાતણથી દાંત સાફ કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

નારિયળ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાના ફાયદા