રાત્રે પગ ધોઈને સૂવાથી આ ફાયદા થાય છે, જાણી લો


By Vanraj Dabhi01, Sep 2023 11:12 AMgujaratijagran.com

જાણો

આખો દિવસ પગમાં બૂટ-ચપલ પહેરવાથી પગમાં ધૂળ જમા થાય છે અને પરસેવો આવવા લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે પગને ધોઈને સૂવાથી વ્યક્તિ પગના સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખે છે.

સ્નાયુઓ માટે ફાયદાકારક

ઘણી વખત આખો દિવસ કામ કરવને કારણે પગમાં દુખાવો થવા લાગે છે, આવી સ્થિતિમાં રાત્રે પગ ધોઈને સૂવાથી સ્નાયુઓને આરામ મળે છે.

ઊર્જા આપે

રાત્રે સૂતા પહેલા પગને ધોઈને સૂવાથી મગજ શાંત થાય છે અને રિલેક્સ અનુભાવ થાય છે. આ જ કારણે શરીરમાં એનર્જીનો અનુભવ થાય છે.

યોગ્ય તાપમાન

શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે રાત્રે સૂતા પહેલા પગ ધોવા ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે તેનાથી પગને ઠંડક મળે છે.

ઊંઘ સારી આવે

પગ ધોઈને પછી સૂવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. આ સાથે ગંદકી, પરસેવો અને બેક્ટેરિયાને દૂર કરીને ત્વચાની બળતરા, ખંજવાળ અને પગમાંથી આવતી દુર્ગંધથી પણ રાહત મેળવી શકાય છે.

ત્વચા માટે ફાયદાકરક

ઘણા લોકોના પગની ત્વચા શુષ્ક હોય છે, તેનું મુખ્ય કારણ પરસેવો અને દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા છે.સૂતા પહેલા પગ ધોવાથી ગંદકી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને ત્વચાને નુકસાન થતું નથી.

દુર્ગંધથી છુટકારો

ઘણી વખત આખો દિવસ શુઝ પહેરવાથી પગમાં દુર્ગંધ આવે છે, આવી સ્થિતિમાં રાત્રે પગ ધોવાથી પગની દુર્ગંધ દૂર કરી શકાય છે.

આ વાતનું ધ્યાન રાખો

અમે અમારા દાદીમાના નુસખા અજમાવ્યા છે,જેનાથી અમને ઘણા ફાયદા થયા છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક લોકોને પગ ધોવાથી આ બધા ફાયદા મળે.

વાંચતા રહો

રાત્રે સૂતા પહેલા પગ ધોવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભેજ લાગવાથી ખાંડ ઝડપથી ઓગળી જાય છે, ભેજથી સુરક્ષિત રાખવા માટે શું કરવું? ચાલો જોણીએ