આયુર્વેદ પ્રમાણે, જમ્યા પછી 100 ડગલાં ચાલવાથી મળે છે આ ફાયદાઓ


By Smith Taral28, Jul 2024 01:56 PMgujaratijagran.com

આયુર્વેદમાં શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે અનેક ઉપાયો આપવામાં આવ્યા છે. જમ્યા પછી પણ 100 ડગલાં ચાલવાના આયુર્વેદ અઢળક ફાયદા જણાવે છે આવો જાણીએ

પાચન સુધારે છે

વડીલો પણ ભોજન પછી ચાલવાની સલાહ આપણને આપતા હોય છે કારણ કે તેનાથી પાચન સારું થાય છે , અને પેટ સંબધિત સમસ્યાથી પણ બચી શકાય છે.

બ્લડ સુગર લેવલ જાળવી રાખો

ભોજન પછી ચાલવાથી સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. આ સાથે મેટાબોલિઝ્મ પણ સુધરે છે

આળસ દૂર થાય

તમે અનુભવ્યું હશે કે જમ્યા પછી આળસ ખૂબ આવે છે અને ઊંઘવાનું મન કરે છે, પણ જો તમે જમ્યા પછી 100 ડગલાં ચાલવાની આદત કેળવો છો તમારું શરીરને સક્રિય રહે છે અને આળસ પણ નથી આવતી.

મૂડ સુધારે છે

ભોજન કર્યાં પછી ચાલવાથી મૂડ પણ સારો રહે છે. કારણ કે આમ કરવાથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે અને શરીરને આરામ મળે છે.

વજન નિયંત્રણ

જે લોકો જમ્યા પછી સીધા ખુરશી પર કામ કરવા અથવા સીધા સૂઈ જાય છે તેઓને સ્થૂળતાનો સામનો કરવાનો થઈ શકે છે. પરંતું ચાલવાથી શરીરમાં ચરબી વધતા અટકાવી શકાય છે.

રસોડામાં રાખેલી આ વસ્તુઓ છે હૃદય માટે લાભદાયક