વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરા લગાવવાથી ઘણા ફાયદા મળે છે. આનાથી વાળ મજબૂત થવાની સાથે ડેન્ડ્રફ (ખોડો) પણ ઓછો થાય છે. ચલો જાણીએ વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરા લગાવવાના કેટલાક ફાયદા.
એન્ટીફ્લેમેટરી ગુણ, એન્ટીફંગલ ગુણ, વિટામીન સી, વિટામીન બી 3, ફોલીક એસીડ
સ્કૈલ્પની ગંદગી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ લગાવવામાં આવે તો સ્કૈલ્પ ઉડાણમાં સારી રીતે સાફ રહે છે.
વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ લગાવવાથી વાળ તૂટવા અને ખરવા જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ મિશ્રણમાં વિટામીન 12 અને ફોલીક એસીડ હોય છે જે વાળનું ખરવાનું ઓછુ કરે છે.
વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ લગાવવાથી વાળમાં ફોલિકલ્સ મજબૂત બને છે. જેથી વાળની જડમાં મજબૂતાઈ વધે છે.જો તમારા વાળ કમજોર છે તો તમે ચોક્કસ આ મિશ્રણને તમારા વાળ પર લગાવી શકો છો.
જો તમારા વાળ વઘારે પાતળા છે તો તમે વાળમાં ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ લગાવી શકો છો. જેથી વાળની જડ મજબૂત બને છે અને વાળનું પાતળાપણું ઓછું થાય છે.
ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ લગાવવાથી સ્કૈલ્પમાં લોહીનું પરીભ્રમણ વઘે છે,જેથી વાળ તૂટવા અને ખરવા જેવી સમસ્યાઓ ઓછી થાય છે અને સાથે પ્રાકૃતિક રીતે વાળ મજબૂત બને છે.
આ માટે તમે ડુંગળીના રસ અને એલોવેરાના બે-બે ટીપાં લઈ તેને કોઈ તેલ સાથે મિશ્ર કરી વાળમાં હળવા હાથે મસાજ કરી શકો છો.
આ રીતે ડુંગળીનો રસ અને એલોવેરાનું મિશ્રણ વાળમાં લગાવવાથી ઉપરોક્ત તમામ ફાયદા થાય છે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.