Dry Hair: તમારા વાળને સિલ્કી અને સાઈનિંગ કરવા માટે આ ઘરેલું નુસખા અજમાવો


By Vanraj Dabhi27, Oct 2023 12:39 PMgujaratijagran.com

શુષ્ક નિર્જીવ વાળ

વાળ તમારી સુંદરતામાં ભલે વધારો કરતા હોય પરંતુ તેની કાળજી કરવી સરળ નથી. આજે અમે તમને એવા ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જે તમારા વાળને વધુ સિલ્કી અને ચમકદાર બનાવશે.

બદામનું તેલ

બદામમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, શેમ્પૂ કરતા પહેલા હૂંફાળું બદામનું તેલ લગાવો. તેલ લગાવ્યાના અડધા કલાક પછી જ શેમ્પૂ કરો.

નાળિયેરનું તેલ

નારિયેળનું તેલ વાળને મૂળસુધી મોઇશ્ચરાઇઝ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેને સહેજ ગરમ કરો અને અડધા કલાક સુધી વાળમાં લગાવો અને 30 મિનિટ પછી વાળ ધોઈ લો.

એલોવેરા અને દહીં

1 ચમચી એલોવેરા અને 1 ચમચી દહીંને સારી રીતે મિક્સ કરીને માસ્ક બનાવો. 5 મિનિટ આનાથી માથાની મસાજ કરો અને 10 મિનિટ પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર વાળની ​​શુષ્કતા દૂર કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે. 2 કપ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરો અને શેમ્પૂ કર્યા પછી તમારા વાળને સામાન્ય પાણીથી ધોઈ લો.

કેળા, મધ અને નાળિયેરનું તેલ

એક પાકેલા કેળામાં 2 ચમચી મધ અને થોડું નારિયેળ તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં અડધો કલાક લગાવીને ધોઈ લો. આમ કરવાથી તમને વાળની ​​શુષ્કતાથી જલ્દી રાહત મળશે.

મધ અને પાણી

તમારા વાળની ​​લંબાઈ અનુસાર એક કપ પાણીમાં મધ મિક્સ કરો. આ મિશ્રણ લગાવ્યાના અડધા કલાક પછી તમારા વાળને શેમ્પૂ કરો.

બીયર ઓઈલ

આજકાલ બીયર શેમ્પૂ અને બીયર ઓઈલનો પણ વાળ પર ઉપયોગ થાય છે. તેનાથી વાળ સિલ્કી અને ચમકદાર પણ બની શકે છે. જો કે, આ ઉપાયો અજમાવતા પહેલા વાળના નિષ્ણાતની સલાહ લેવી ફરજિયાત છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નાના હાથ પર આ સાદી અને સિમ્પલ મહેંદી ડિઝાઇન લગાવો, રોયલ લુક આપશે