તુલસીના ફાયદા જાણી લો


By Jagran Gujarati20, Dec 2022 06:29 PMgujaratijagran.com

તુલસીના પાન અને મરી વાટીને મૂકવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

તુલસીનો રસ અને કપરૂ મધ સાથે દિવસમાં ત્રણ-ચાર ચાટવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડે છે.

તુલસીનો રસ અને જેઠીમધનો રસ મેળવીને ચાટવાથી ઉધરસ પટે છે.

કોઈ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તુલસીના પાન પીસીને તેના પર લગાવવાથી આરામ મળે છે.

તુસલીના પાન ચાવવાથી મોની દુર્ગંધ જતી રહે છે.

તુલસીના પાન દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.

તુલસીનો રસ પથરીમાં પણ આરામ આપે છે.

કોઈપણ ટિપ્સ અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Mimi Chakrabortyએ ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં તસવીરે શેર કરી તહેલકો મચાવ્યો