પાચન, વજન સહિત અનેક સમસ્યાઓમાં લાભદાયી છે આંબલી


By Sanket M Parekh04, Jul 2023 04:27 PMgujaratijagran.com

વજન ઓછું કરવામાં મદદગાર

ખોટી ખાણી પીણી અને બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે મોટાપાની સમસ્યા સામાન્ય વાત છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો આંબલીનું સેવન કરો.

પાચન શક્તિ સુધારે

આંબલીમાં ફાઈબર સહિત અન્ય પોષક તત્ત્વો હોય છે, જે પાચનને સુધારવાનું કામ કરે છે. જે લોકોને એસિડિટી અથવા ભૂખ ના લાગવાની સમસ્યા હોય, તેઓ આંબલીના રસમાં મરીનો પાવડર મિક્સ કરીને પી શકે છે.

દાંત માટે ફાયદેમંદ

દાંતની પીળાશ દૂર કરવા માટે આંબલીનો ઉપયોગ કરી શકો છો. આ માટે આંબલીના ઠળીયાનો પાવડર બનાવીને તેને દાંતો પર ઘસો. આ કરવાથી દાંત ચમકી ઉઠશે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરશે

આંબલી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં અસરકારક છે. જેમાં રહેલ એન્ટી ઑક્સીડેન્ટ્સ ગુણ અને ફિનોલ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

પાઈલ્સમાં ફાયદેમંદ

આંબલીના પાંદડા પાઈલ્સના દર્દીઓ માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, પાઈલ્સના દર્દીઓએ આંબલીના પાંદડાના જ્યૂસનું સેવન કરવું જોઈએ.

કેન્સરના દર્દીઓ માટે ફાયદેમંદ

આંબલીમાં એન્ટી ઑક્સીડેન્ટ તત્ત્વ ભરપુર પ્રમાણમાં હોય છે. આટલું જ નહીં, આંબલીમાં ટેરટ્રિક એસિડ હોય છે, જે શરીરમાં કેન્સરના સેલ્સને વધતા રોકે છે.

ડાયાબિટીશમાં મદદગાર

ડાયાબિટીશના દર્દીઓ માટે આંબલી ફાયદેમંદ છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સુગરને કંટ્રોલ કરવા માટે આંબલીનું જ્યૂસ પીવું જોઈએ.

એર કંડિશનરની આડઅસરો