ઠંડીમાં સવારના સમયે તડકો લેવો દરેકને પસંદ હોય છે. તેનાથી શરીરમાં ગરમી આવે છે પણ શું તમને ખ્યાલ છે કે ઠંડીમાં સવારનો તડકો લેવો શરીર માટે ખૂબ લાભદાયી છે. ચલો જાણીએ કે તેના ફાયદા ક્યાં કયાં છે અને ઠંડીમાં કેટલો સમય તડકામાં બેસવુ હિતાવહ છે.
તડકાનો ફાયદો લેવા તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછુ 4-5 વાર તડકામાં બેસવું જોઈએ. આ માટે તમે સવાર અથવા તો સાંજે 15-20 મિનીટ તડકામાં જરુરથી બેસો. આ હળવા તડકામાં બેસવાથી શરીરને ખૂબ જ ફાયદા મળે છે.
જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય તે લોકોએ સવારનો તડકો લેવો લાભદાયી છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ પૂરુ પાડે છે. જેનાથી હાડકા મજબૂત થાય છે.
ઠંડીમાં સવારના સમયે તડકો લેવાથી રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. સવારનાં તડકામાં બેસવાથી શરીરમાં બ્લડ સેલ્સ બને છે. તેનાથી શરીરમાં ઘણી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચી શકાય છે.
ઠંડીમાં સવારના સમયે તડકો લેવાથી શરીરમાં મેલાટોનીન હોર્મોન બને છે. જે માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી સારી ઊંઘ આવે છે.