કરો શલભાસન અને દૂર કરો આ પાંચ સમસ્યાઓ


By Prince Solanki13, Jan 2024 03:29 PMgujaratijagran.com

શલભાસન

શલભાસન કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. તેના અભ્યાસથી કમર અને પીઠનો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત શલભાસન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.

શલભાસન કરવાની રીત

શલભાસન કરવા માટે યોગા મેટ પર પેટના સહારે સૂઈ જાઓ. હવે બન્ને હાથોને જાંઘોની નીચે રાખો. આ દરમિયાન બન્ને હાથોની વચ્ચે થોડી જગ્યા રાખો. હવે ઉંડા શ્વાસ લેતા લેતા માથુ, હાથ અને પગ જમીનથી ઉઠાવો. થોડીવાર માટે આ સ્થિતમા રહો.

પેટ માટે ફાયદાકારક

શલભાસન કરવાથી ગેસ, પાચન અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શલભાસન કરવાથી પાચનતંત્ર પણ સુધરે છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે.

તણાવ દૂર કરે

શલભાસન કરવાથી તણાવ દૂર થાય છે. સાથે શરીરનો થાક પણ ઉતારે છે. તેના નિયમિત અભ્યાસથી મન પણ શાંત રહે છે.

કમરના મણકાનો ભાગ મજબૂત બને

શલભાસન કરવાથી કમરના મણકાનો ભાગ મજબૂત બને છે. તેના અભ્યાસથી પીઠ અને ગળાના દુખાવામા રાહત મળે છે.

બ્લડ સર્કુલેશનમા સુધારો

બ્લડ સર્કુલેશનને યોગ્ય બનાવવા માટે શલભાસન કરવુ જોઈએ. તેને કરવાથી શરીરનો બ્લડ ફ્લો સુધરે છે.

માંસપેશિયો મજબૂત બને

શલભાસન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે. તેના નિયમિત અભ્યાસથી શરીરનો ખભાનો ભાગ પણ મજબૂત થાય છે.

સાવચેતી

હાર્ટને દર્દીઓ, ગર્ભવતી મહિલાઓને શલભાસન કરવાથી બચવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કાળી કિશમિશ ખાવાથી વાળ બને છે મજબૂત, જાણો કંઈ રીતે?