કાળી કિશમિશ ખાવાથી વાળ બને છે મજબૂત, જાણો કંઈ રીતે?


By Prince Solanki13, Jan 2024 02:44 PMgujaratijagran.com

કાળી કિશમિશ

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કાળી કિશમિશ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમા રહેલા પોષકતત્વો વાળની ઘણી સમસ્યાઓમા રાહત આપે છે. ચલો કાળી કિશમિશથી વાળને મળતા ફાયદા વિશે જાણીએ.

પોષકતત્વોથી ભરપૂર

કાળી કિશમિશમા ફાઈબર, પોટેશિયમ, પ્રોટીન જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે વાળને મજબૂત બનાવે છે.

વાળને ખરતા રોકે

વધારે પ્રમાણમા તણાવ લેવાથી વાળ ખરવા લાગે છે. જો તમારા વાળ પણ ખરે છે તો ડાયટમા કાળી કિશમિશને સામેલ કરો.

વાળને કોમળ બનાવે

કાળી કિશમિશના સેવનથી વાળને ભરપૂર પ્રમાણમા પોષણ મળે છે, તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.

વાળનો ગ્રોથ થાય

કાળી કિશમિશ વાળનો ગ્રોથ વધારવામા મદદ કરે છે. તેના સેવનથી વાળ ભરાવદાર અને લાંબા બને છે.

ખોડાની સમસ્યા દૂર થાય

વાળમા વધારે પડતા ખોડાના કારણે વાળ ખરવા લાગે છે. એવામા કિશમિશના સેવનથી વાળમાથી ખોડો દૂર થાય છે.

સફેદ વાળને કાળા બનાવે

ખરાબ આદતોના કારણે વાળ સફેદ થવા લાગે છે. એવામા કાળી કિશમિશનુ સેવન કરવુ જોઈએ. કાળી કિશમિશ વાળને કાળા બનાવવામા મદદ કરે છે.

કેટલી કિશમિશ ખાઓ?

રોજ 15 થી 20 ગ્રામ કાળી કિશમિશ ખાવાથી વાળ મજબૂત થાય છે. આ માટે રાતે સૂતા પહેલા કિશમિશને પાણીમા પલાળીને રાખો, ત્યારબાદ તેને સવારે ઉઠીને ખાઓ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે ખાલી પેટ જામફળના પાન ખાવાથી મળે છે અનેક ફાયદા