તલના તેલ વડે પગના તળિયાને માલિસ કરવાથી થાક દૂર થાય છે


By Vanraj Dabhi07, Apr 2024 10:44 AMgujaratijagran.com

પગના તળિયાને માલિસ

ઘરના અને ઓફિસના કામથી વ્યક્તિ ઘણી વાર થાકી જાય છે.આ થાકથી રાહત મેળવવા માટે રાત્રે પગના તળિયાને તલના તેલથી માલિશ કરીને થાક દૂર કરી શકાય છે.

તલનું તેલ માલિશ કરો

રોજ રાત્રે સૂતા પહેલા તલના તેલથી પગના તળિયાને 10 મિનિટ સુધી માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.

થાક દૂર કરે

પગના તળિયાને માલિશ કરવાથી દિવસભરનો,તણાવ,હતાશા અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

રોજ તળિયાને માલિશ કરવાથી આંખોની રોશની સારી રહે છે અને આંખોમાં બળતરા,થાક અને ભારેપણુંથી ઘણી રાહત મળે છે.

શરીર સ્વસ્થ રહે છે

તળિયાને માલિશ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.આ અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

ચીડિયાપણું દૂર કરે

તલના તેલ વડે પગના તળિયાને માલિશ કરવાથી દિવસભરનો થાક અને ચીડિયાપણું દૂર થાય છે.

સોજો ઘટાડે

જો તમે દિવસભર ખૂબ કામ કર્યા પછી તમને તમારા પગમાં દુખાવો કે સોજો આવે છે. તો આ માટે તલના તેલથી માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

માનસિક તણાવ

રોજ રાત્રે પગના તળિયાને માલિશ કરવાથી શરીરને આરામ મળે છે અને વ્યક્તિ માનસિક રીતે ખૂબ હળવાશ અનુભવે છે અને તણાવ પણ દૂર કરે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં કઈ ચા પીવી જોઈએ? ચાલો જાણીએ