ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે.બદલાતા હવામાનની સાથે ખાવાની આદતો અને જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો પડે છે. ઉનાળામાં દૂધવાળી ચા પીવાનું ટાળવું જોઈએ.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો ચા પીવાના શોખીન છે,પરંતુ ઉનાળામાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ઉનાળામાં દૂધવાળી ચા ને બદલે તમે હેલ્ધી ચાનું સેવન કરી શકો છો.
ઉનાળામાં ફુદીનાની ચા પીવી જોઈએ.આ ચા પેટને સ્વસ્થ રાખે છે.
પેપરમિન્ટ ચા માં ઠંડકની અસર હોય છે, તેથી તે ચા પીધા પછી પેટને ઠંડુ રાખે છે.
ફુદીનાની ચા બનાવવા માટે એક પેનમાં 1 ગ્લાસ પાણી અને 5 ફુદીનાના પાન નાખીને પાણીને ઉકળી લો.
ચા સારી રીતે ઉકળે પછી તેને ગાળીને થોડી ઠંડી થાય પછી તેનું સેવન કરો.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.