કાચી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરમા રહેલા પોષકતત્વો શરીરને અનેક બીમારીઓથી લડવા માટે શક્તિ પૂરી પાડે છે. ચલો જાણીએ કાચી હળદરથી મળતા ફાયદાઓ વિશે.
આર્યુવેદાચાર્ય ડો. રાહુલ ચતુર્વેદી અનુસાર કાચી હળદરમા આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ચેપ અને સોજાની સમસ્યાને દૂર રાખે છે.
હળદરમા એંટી ઓક્સિડેંટ્સ અને એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તેનાથી કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ દૂર રહે છે.
કાચી હળદરના સેવનથી ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર રહે છે. તેના લેપ ચહેરા પર લગાવવાથી નેચરલ ચમક આવે છે. આ માટે કાચી હળદરને પીસી લો અને તેમા બેસનને મિક્સ કરીને લગાવો.
કાચી હળદરમા એંટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે સાંધાના દુખાવામા રાહત આપે છે.
કાચી હળદર શરીરમા શુગરના લેવલને નિયંત્રણમા રાખે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ તેનુ સેવન જરુરથી કરો.
ઠંડીમા કાચી હળદરને શાકભાજીમા નાખી તેનુ સેવન કરો. દૂધમા પણ તમે કાચી હળદર નાખીને પી શકો છો.