ઘણાં લોકોને ડ્રાય સ્કિનની સમસ્યા હોય છે. આ તકલીફ શિયાળામાં ઠંડીને લીધે વધી જાય છે. ઠંડીમાં ઓછું પાણી પીવાથી બોડી જલ્દી ડીહાયડ્રેટ થઈ જાય છે. આમાં જો તમે સરસવના તેલનો ઉપયોગ કરો તો આ સમસ્યા દૂર કરી શકાય છે. તમે ઘણીવાર વડીલોને જોયા હશે, શિયાળામાં તેઓ શરીર પર સરસવનું તેલ લગાવીને સ્નાન કરે છે. આનાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે. ચાલો તમને વધુમાં જણાવીએ.
સરસવના તેલ સ્કિનને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે. જો શિયાળામાં સ્નાન કરતા પહેલા સરસવના તેલથી માલિશ કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક રહે છે.
જે વ્યક્તિઓને ડ્રાય સ્કિન ની સમસ્યા છે તેમની માટે સરસવનું તેલ ખૂબજ ઉપયોગી છે. જો સ્નાન કરતા પહેલા આખા શરીર પર સરસવનું તેલ લગાશો તો તમારી ડ્રાય નહિ રે પરંતું મુલાયમ રહેશે.
એટલુંજ નહિ સરસવનના ગરમ તેલની માલિશ કરવાથી બ્લડ સરક્યુંલેશન સુધરે છે, અને તમારા સ્નાયુઓને આરામ મળે છે. આવી સ્થિતિમાં સ્નાન કરતા પહેલા આ કામ કરો.
કયારેક ઓફિસ અથવા ઘરના કામ ખૂબ વધી જાય છે, ત્યારે આપણને ખૂબ થાક અનુભવાય છે. આ થાક ઉતારવા શરીર પર ગરમ સરસવનું તેલ લગાવીને હુંફાળા પાણીથી સ્નાન કરવાથી આરામ મળે છે.
ચહેરા પર તેલ લગાવવાથી ફેસની સ્કિન ટાઈટ થાય છે અને કરચલીઓ, ફાઈન લાઈન્સ અને પિમ્પલ્સની જેવી સમસ્યા પણ દૂર થઈ જાય છે. ન્હાતા પહેલા ચહેરા પર તેલ લગાવવાથી તમારી ઉમર જલ્દી નહિ દેખાય.
શિયાળામાં સૌથી વધુ તકલીફ રહેતી હોય તો એ છે સાંધામાં દુખાવો, ક્યારેક ઠંડી વધી જાય અને ધ્યાન રાખવામાં ના આવે તો સાંધામાં સોજો પણ આવી જાય છે. આ સમસ્યાને ઓછી કરવા માટે સ્નાન કરતા પહેલા શરીર પર તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
સરસવનું તેલ લગાવીને અને શિયાળામાં સ્નાન કરવાથી આ પ્રકારના અનેક ફાયદાઓ જોવા મળે છે. જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારી સ્કીન પણ હેલ્ધી રહી, સ્ટ્રેસ ઓછો થાય, થાક ઓછો લાગે તો આજેજ સરસવના તેલની માલિશ કરો અને હુફાળા પાણી થી સ્નાન કરી લો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.