નાકમાં ઘીના ટીંપા નાખવાથી થશે આ 5 ફાયદા


By Smith Taral10, Feb 2024 03:33 PMgujaratijagran.com

ગાયનું ઘી લગભગ દરેકના ઘરમાં હોય છે, આનો રસોઈમાં પણ ખૂબ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો રસોઈ સિવાય બીજી રીતે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. તમે ઘીને નાકમાં નાખી શકો છો જેના ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.

ગાયના શુધ્ધ ઘીના ગુણ

આમાં એન્ટી-બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જેને નાકમાં નાખવાથી ગરદનથી ઉપરના ભાગોમા આંતરીક અંગોને ડીટોક્સીફાય કરવામાં મદદ મળે છે.

ગંદકીને અંદર જવાથી બચાવો

બહાર ઘણુ પ્રદુષણ અને ઘણા પ્રકારના માઈક્રોબ્સ હોય છે, નાકમાં ઘીના ટીંપા રેડવાથી એ ત્યાજ ટ્રેપ થઈ જાય છે. આવામાં ગંદકી ગળા અને શ્વસનતંત્ર સુધી નથી પહોંચતું.

પ્રદુષણથી બચાવે છે

જો તમે સહેજ ઘી નાકની અંદરની દિવાલ પર લગાવો છો તો તેનાથી હવામાં રહેલા પોલ્યુટન્ટસ અંદર નથી જઈ શકતા અને ત્યાજ ચોંટી જાય છે.

You may also like

5 મિનીટમા ચહેરા પર આવશે ગ્લો આ વસ્તુઓ કરવાથી ચહેરો ખીલી જશે

હળદરનો લેપ લગાવ્યા પછી ના કરતા આ ભૂલો થઈ શકે છે નુકસાન

નાક અને ગળું કરે છે સાફ

જો તમે ગાયના શુઘ્ધ ઘીના 2 ટીંપા નાકમા નાખો છો તો તેનાથી નાકને અંદરથી સાફ કરવામાં મદદ મળે છે. આનાથી ગળાને સુરક્ષીત રાખવામાં મદદ મળે છે.

મગજ માટે પણ છે ફાયદામંદ

આયુર્વેદમા નાક ને મગજ સુધી જવાનો રસ્તો કહેવામાં આવ્યો છે. આવામાં નાકમાં ઘી નાખવાથી બ્રેઈનને હેલ્ધી રાખવામાં મદદ મળે છે.

નાકમાં ઘી શા માટે નાખવું

આવું કરવાથી આપણે આપણી ચેતાતંત્રમાં નવી ઉર્જા ભરીએ છે. આનાથી મગજની કાર્યક્ષમતા વધારવામા મદદ મળે છે.

નાકમાં ઘી નાખતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો. આવી સ્વાસ્થ્ય સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

કાચ પર લાગેલા ડાઘ ને કેવી રીતે સાફ કરશો?