કમજોરી દૂર કરવા મહિલાઓ કરો આ વસ્તુઓનુ સેવન


By Prince Solanki10, Jan 2024 05:50 PMgujaratijagran.com

થાક

દિવસભર કામ કર્યા પછી મહિલાઓ ખૂબ જ વધારે થાકનો અનુભવ કરે છે. વધારે થાકનો અનુભવ થવાથી શરીરમા કમજોરી આવે છે. એવામા કમજોરી દૂર કરવા માટે તમે આ 5 પ વસ્તુઓનુ સેવન કરી શકો છો.

એક્સપર્ટની સલાહ

ડો. સુગીતા પ્રમાણે નટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નટ્સ થાક અને કમજોરી દૂર કરે છે. આ ઉપરાંત પાચનતંત્રમા પણ સુધારો લાવે છે.

બદામ

શરીરમાથી કમજોરીને દૂર કરવા માટે બદામ ખાઓ. બદામમા પ્રોટીન, વિટામિન મેગ્નેશિયમ ઈ ભરપૂર માત્રામા હોય છે. આ બધા જ પોષકતત્વો કમજોરીને દૂર કરે છે.

કાજૂ

રોજ 3 થી 5 કાજૂ ખાવાથી શરીરની કમજોરી દૂર થાય છે. કાજૂમા વિટામિન કે, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા પોષકતત્વો મળી આવે છે. જે થાક અને કમજોરી દૂર કરે છે.

મગફળી

ઠંડીમા મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમા વિટામિન બી 3 , પ્રોટીન, ફાઈબર જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે કમજોરીને દૂર કરે છે.

અખરોટ

શરીરમા કમજોરીને દૂર કરવા માટે અખરોટનુ સેવન કરો. અખરોટમા મેગ્નેશિયમ જેવા હેલ્ધી ફેટ રહેલા હોય છે. જે થાકને દૂર કરે છે. અખરોટ ખાવાથી દિમાગ પણ તેજ બને છે.

દ્રાક્ષ

થાકને દૂર કરવા માટે મહિલાઓએ દ્રાક્ષનુ સેવન કરવુ જોઈએ. તે લોહીની ઉણપ દૂર કરવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દૂધમા કેળા અને ઘી ખાવાથી મળે છે આ ફાયદા