પ્રાચીન સમયથી ઋષિ મુનિઓ તપસ્યા કરતા આવ્યા છે.આનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ આજે અમે રાત્રે સૂતા પહેલા ધ્યાન કરવાના ફાયદા વિશે જણાવીશું.
રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાથી મલાટોનિન (એક હોર્મોન્સનો પ્રકાર છે)નું સ્તર વધે છે,જેનાથી ઊંઘ સારી આવે છે. જો તમે અનિદ્રાથી પરેશાન હોવ તો મેડિટેશન કરો.
સૂતા પહેલા મેડિટેશન કરવાથી એકાગ્રતા વધે છે, જેનાથી મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે.
દિવસભરના થાકને હળવો કરવા માટે સૂતા પહેલા મેડિટેશન કરો. તેનાથી હૃદયના ધબકારાની ગતીમાં રાહત મળે છે.
દરરોજ સૂતા પહેલા થોડો સમય મેડિટેશન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા નિયંત્રણમાં રહે છે.
દિવસભરના કામ,ઘોંઘાટ વગેરેને કારણે મન થાકી જાય છે, જેને રિલેક્સ કરવા માટે મેડિટેશન કરવું જરૂરી છે. જે કરવાથી મગજની નસોમાં લોહી સારી રીતે વહી શકે છે.
સૂતા પહેલા દરરોજ મેડિટેશન કરવાથી તમે વધુ પડતું વિચારવાનું ટાળી શકો છો અને તમારા મનને આરામ આપી શકો છો.
રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાથી હેપ્પી હોર્મોન્સ રિલિઝ થાય છે.જે તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે.