મહિલાઓ વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે અઠવાડિયામાં બે વાર વાળમાં તેલ લગાવે છે.આ તકે કેટલીક સ્ત્રીઓ તેમના વાળમાં ગરમ તેલ લગાવીને માલિશ પણ કરે છે, ચાલો જાણીએ.
જો તમે હૂંફાળા તેલથી તમારા માથાને માલિશ કરવાથી ખોપરીની ચામડીના રક્ત પરિભ્રમણને સુધારે છે જે વાળને સ્વસ્થ રાખે છે.
એવું માનવામાં આવે છે કે માથા પર તેલ લગાવવીને મસાજ કરવાથી વાળ મજબૂત થાય છે.તેથી લોકો તેમના વાળ ધોતા પહેલા તેલ માલિશ કરે છે.
હૂંફાળા તેલથી વાળમાં માલિશ કરવાથી માથાની ચામડીના મૂળને સારું પોષણ મળે છે. જે વાળની વૃદ્ધિ ઝડપી બનાવે છે.
હૂંફાળું તેલ માથામાં માલિશ કરવાથી માથાની ચામડીના ઈન્ફેક્શનને ઓછા કરવામાં મદદ મળે છે.
વિકમાં બે વાર માથામાં તેલ વડે માલિશ કરવાથી માથાની ચામડી સ્વસ્થ રહે છે.
વાળમાં હૂંફાળું તેલ લગાવવાથી નર્વસ સિસ્ટમ ઉત્તેજિત થવા લાગે છે.જે હેપ્પી હોર્મોન્સને પ્રોત્સાહન આપે છે અને મન શાંત રાખે છે.
આખા દિવસનો થાક અને તણાવ ઓછો કરવા માટે હૂંફાળા તેલથી માથાને માલિશ કરવું ફાયદાકારક છે.
વિકમાં 1-2 વખત હુંફાળા તેલથી વાળને માલિશ કરવા જોઈએ જેથી ઘણા ફાયદા થાય છે.આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.