વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે મસૂરની દાળ, આ રીતે ડાયટમાં સામેલ કરો


By Sanket M Parekh19, Oct 2023 04:47 PMgujaratijagran.com

પોષક તત્વો

મસૂરની દાળ પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં ફાઈબર, પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને કેલેરી ઘટાડે છે. એવામાં આ દાળ વજન ઘટાડવા સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેને ખાવાની યોગ્ય રીત..

ખાતા પહેલા પલાળીને રાખો

મસૂરની દાળ ખાતા પહેલા તેને થોડા કલાક માટે પલાળીને રાખવી જોઈએ. જેનાથી મસૂરની દાળમાં મળનારા ફાઈબરની માત્રા વધી જાય છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

પાણી વધારે પીવો

મસૂરની દાળ ખાધા પછી વ્યક્તિએ વધારે પાણી પીવું જોઈએ. જેથી શરીરનું ટૉક્સિન બહાર નીકાળી શકાય. મસૂરની દાળને કાયમ ધીમી આંચ પર જ રાંધવી જોઈએ. જેથી દાળમાં રહેલ પોષક તત્વોને નુક્સાન ના થાય.

તેલ ઓછું રાખો

મસૂરની દાળ બનાવતી વખતે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરો. જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

અન્ય ફાયદા

મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોઈ શકે છે. જે વજન ઘટાડવા સાથે જ ડાયાબિટીશ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. મસૂરની દાળ ખાવાથી વ્યક્તિની ઈમ્યૂનિટી પણ વધી શકે છે.

દરેક વયના લોકોએ અચૂક કરવી જોઈએ આ 5 એક્સરસાઈઝ, હંમેશા રહેશો ફિટ