ફિટ રહેવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. એવામાં એરોબિક્સથી ઉત્તમ અને સરળ કોઈ એક્સરસાઈઝ નથી. આ વર્કઆઉટ રૂટીનમાં સૌથી સારી વાત એ છે કે, આ એક્સરસાઈઝને દરેક ઉંમરના લોકો કરી શકે છે.
વૉકિંગ આપણા સ્વાસ્થ્ય માટે સારૂં સાબિત થઈ શકે છે. એવામાં દરેક વયના લોકોએ બ્રિસ્ક વૉક જરૂર કરવું જોઈએ. જે આપણા હાર્ટને હેલ્ધી રાખવામાં ફાયદેમંદ હોઈ શકે છે. આ ઉપરાંત તે વેઈટ લૉસમાં પણ મદદ કરે છે.
દિવાળીની આસપાસના સમયમાં દરેક વયના લોકએ બ્રિધિંગ એક્સરસાઈઝ અચૂક કરવી જોઈએ. સવારે ઉઠતા જ બ્રિધિંગ એક્સરસાઈઝ કરવાથી ફેફસા હેલ્ધી રહે છે. આ ઉપરાંત બ્લડ સર્ક્યૂલેશન પણ તેજ થાય છે.
દરરોજ જોગિંગ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. જૉગિંગ હેલ્ધી હાર્ટ, ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા, ઈસ્યૂલિન વધારવા, તણાવ અને ડિપ્રેશનમાં રાહત આપવામાં કારગર નીવડી શકે છે.
સ્ક્વાટ્સ એટલે કે ઉઠક-બેઠક હેલ્ધી લાઈફ માટે ખૂબ જ સારી એક્સરસાઈઝ હોય છે. દરરોજ સ્ક્વાટ્સ કરવાથી મસલ્સ એક્ટિવ રહે છે અને હાડકા પણ મજબૂત બને છે. આ ઉપરાંત શરીરની એનર્જી પણ બૂસ્ટ થાય છે.
સ્ટ્રેચિંગ કરવાથી શરીરના મસલ્સને ફાયદો થાય છે. આ એક્સરસાઈઝની મદદથી શરીરમાં દુખાવા સહિત અનેક સમસ્યાને ઓછી કરી શકાય છે. આ એક્સરસાઈઝ થાક ઘટાડવા સાથે સ્ટેમિના પણ વધારે છે.